બેટન રેલી - મહાકુંભની મશાલનું મહાપ્રસ્થા ન બેટનરેલી

મહાકુંભની મશાલનું મહાપ્રસ્‍થાન બેટનરેલી

તા. ૧૧-૧૧-૨૦૧૧ ના રોજ ૧૧ કલાક ૧૧ મિનિટે ગાંધીનગરથી ભવ્‍ય પ્રારંભ.

•ખેલમહાકુંભના લોગો તેમજ મેસકોટથી શણગારેલ વાહનમાં ગુજરાતના ટોચના ખેલાડીઓ પંચધાતુની

•ખેલમહાકુંભ મશાલ સાથે આ રેલીમાં જોડાશે.

ગુજરાત રાજયના દરેક જીલ્‍લાઓમાંથી પસાર થઇ તા.૨૮-૧૧-૨૦૧૧ ના રોજ એમ.એસ.યુ.પેવેલીયન વડોદરા

•ખાતે માન.મુખ્‍યમંત્રીશ્રીને અર્પિત કરીને ખેલમહાકુંભ-૨૦૧૧ ખુલ્લો મુકાયેલ જાહેરાતની ઘોષણા

મશાલ રેલીનું સમય પત્રક અને પ્રસ્થાન માર્ગ ( PDF)


ટોર્ચરન અહેવાલ .

ગાંધીનગર-૧૧-૧૧-૨૦૧૧ સમય-૧૧ વાગ્યે ૧૧ મિનિટ ૧૧ સેકન્ડ
ગાંધીનગરના ટાઉન હોલ ખાતે તા-૧૧-૧૧-૧૧ ના રોજ મશાલ રેલીને ગુજરાતના ૨૬ જિલ્લામાં પ્રસ્થાન કરાવવા માટેના કાર્યક્ર્મનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત રાજ્યના ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કુમારી લજ્જા ગોસ્વામી, શ્રી પથિક મહેતા, શ્રી અનુજ ગુપ્તા, શ્રી વિનય વિચારે, કુમારી રજીયા શેખ, કુમારી અનુષ્કા પરીખ, કુમારી દવે ઉપસ્થિત રહ્યા હતા. અને સ્પેશ્યલ ઓલમ્પિક્સની ઈન્ટરનેશનલ ખેલાડી પુજા સોની કે જેણે સ્પેશ્યલ ઓલમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ ૨૦૦૭ માં શાંઘાઈ ચીન મુકામે સાયકલીંગમાં ભાગ લીધેલ હતો. તેમજ સ્પેશ્યલ ઓલમ્પિક્સના ટ્રસ્ટીશ્રીઓ, ૫૦૦ થી પણ વધારે ખેલાડીઓ, શિક્ષકો, ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર, સ્પોર્ટસ ડાયરેક્ટર આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. ૧૧ કલાકે ૧૧ મિનિટે ૧૧ સેકન્ડે માનનીય મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલાના વરદ હસ્તે માશાલ રેલીને પ્રસ્થાન કરવવામાં આવી હતી. જેમાં સ્કેટીંગ ખેલાડીઓ પણ જોડાયા હતા. ટાઉન હોલ ગાંધીનગરથી મશાલ રેલી ગાંધીનગરના ચ માગૅ ઘ માગૅ ઉપરથી પસાર થઇ સરકીટ હાઉસ ખાતે પહોંચી હતી. રસ્તામાં વિવિધ સકૅલ ઉપર અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વિશાળ માનવ મહેરામણ દ્રારા મશાલનું અભિવાદન કરવામાં આવ્યું હતુ. સરકીટ હાઉસ ગાંધીનગરથી રેલીએ ગાંધીનગર જીલ્લાના લેકાવાડા, આલપુર પાટીયા, ગીયોડ, છાલા તથા ચંદ્રાલા ખાતેથી નિયત સમયે સાબરકાંઠા તરફ પ્રયાણ કર્યુ હતુ. આ તમામ સ્થળ ઉપર ખેલાડીઓ અધિકારીશ્રીઓ, કમૅચારીશ્રીઓ
તથા આમ જનતા દ્રારા મશાલને કંકુ-ચોખાના તિલકથી અને ફુલ-હાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ હતુ.

સાબરકાંઠા-૧૧-૧૧-૨૦૧૧ સમય-સાંજે ૪.૦૦ વાગ્યે

સાંબરકાંઠા જતા તાલુકા અને ગામો આગળ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને આમ જનતા દ્વારા ફુલ- હાર તેમજ રેલી સાથે સવાર દરેકને તિલક કરી શુભકામનાઓ પાઠવવામાં આવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના મજરા ગામે મશાલ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યાંથી પ્રાંતીજ ખાતે આગળ વધી સાંબરકાંઠાના મોતીપુરા સર્કલ પાસે પહોંચી જ્યાં અનેરી માનવમેદની ઉમટી હતી. અને ત્યાંથી સ્પેશ્યલ ઓલમ્પિક્સનો બાસ્કેટબોલનો નેશનલ ખેલાડી વિનોદ ચોપડા અને બીજા ૫૦ થી પણ વધારે માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ ટોર્ચરન સાથે જોડાયા હતા તેમજ મોતીપુરા સર્કલ પાસે સાંબરકાંઠાના કલેક્ટર શ્રી જય પ્રકાશ શીવહરે, નગર પાલિકાના પ્રમુખ
શ્રીમતી પલ્લવીબેન ગાંધી, નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી જે.ડી. પટેલ અને જિલ્લા ભાજપ મહામંડળ શ્રી વિજયભાઈ પંડ્યા આ સર્વે મહાનુભાવો દ્વારા ટોર્ચરનનું ફૂલ-હાર, પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યુ હતું, ઢોલ-નગારા, પોલીસ બેન્ડ સાથે ઉષ્માભેર સુત્રોચ્ચારથી મશાલને આવકાર આપવામાં આવ્યો. અને તે સર્વે મહાનુભાવો આ રેલી સાથે જોડાયા હતા. ત્યાર બાદ મશાલ મહાવીર નગર વિસ્તાર, મેઈન બજાર, હિંમતનગર ટાવર સર્કલ, સિવીલ હોસ્પીટલ, આંબેડકર સર્કલ થઈ જીલ્લા અધિક્ષકની કચેરી- પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચી. સ્પેશ્યલ ઓલમ્પિક્સ ગુજરાતે કલેક્ટરશ્રીને સ્પેશ્યલ ખેલ મહાકુંભની માહિતી આપી અને જિલ્લાના ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ પરમાર દ્વારા ક્લેક્ટરશ્રીને ટ્રોફી આપી અભિવાદન કરવામાં આવ્યું. ત્યાર પછી નવા સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરી તા-૧૨-૧૧-૨૦૧૧
ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે જિલ્લા અધિક્ષકની કચેરી પોલીસ પરેડના મેદાન પરથી ટ્રાફિક પોલીસના અધિકારી બાઈકો સાથે મશાલ રેલીમાં જોડાયા અને મહેસાણા જિલ્લામાં જવા પ્રસ્થાન કર્યું, હિંમતનગરની હદ પૂર્ણ થતા હિંમતનગરની પોલીસ અધિકારીની બે ગાડી અને જે બાઈક સવાર પોલીસ અધિકારી મશાલ રેલી સાથે હતા તે પાછા વળ્યા અને મહેસાણાના કોચ, પોલીસ અધિકારીની
બે ગાડી અને એમ્બ્યુલન્સ વિજાપુરથી બેટન રેલી સાથે જોડાયા.

મહેસાણા-૧૨-૧૧-૨૦૧૧ સમય-બપોરે ૧૨.૦૦ વાગ્યે

મહેસાણા જીલ્લાના વિજાપુર ખાતે મશાલ રેલીનું સ્વાગત કરી મશાલ મોઢેરા ચાર રસ્તા પર પહોંચી ત્યારે મશાલનું ભવ્ય સ્વાગત કર્યા પછી બપોરે ૧૨.૦૦ વાગ્યે મહેસાણાના તોરણવાળી માતાના ચોક પહોંચી. જ્યાં મહેસાણાના સંસદ સભ્ય-લોકસભા મહાસચિવ શ્રીમતી જયશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદશ્રી રાજ્યસભા-અધ્યક્ષ ગુજરાત હાઉસીંગ બોર્ડ શ્રી જયંતીભાઈ બારોટ, ધારા સભ્ય વિસનગર-જિલ્લા ભાજપ પ્રમુખ મહેસાણા શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય ચાણસ્મા-પ્રમુખ કિસાન મોરચો ભાજપ પ્રદેશ શ્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય જોટાણા શ્રીમતી, જશોદાબેન પરમાર, કલેક્ટર મહેસાણા શ્રી રાજકુમાર બેનીવાલ, ડી.ડી.ઓ મહેસાણા શ્રી, ઠક્કર સાહેબ, એસ.પી મહેસાણા શ્રી વાસાણી સાહેબ, પ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા શ્રી, જયંતિભાઈ પટેલ, પ્રમુખ સ્પેશ્યલ ઓલમ્પિક્સ ગુજરાત-મહેસાણા-જિલ્લા ઉપ પ્રમુખ જિલ્લા ભાજપ મહેસાણા, શ્રી, જુગલભાઈ લોખંડવાલા અને વ્યાયામ મંડળના ખેલાડીઓ આ સર્વે મહાનુભાવોએ મશાલ રેલીને પોતાના જિલ્લામાં ખૂબ જ સુંદર રીતે પોલીસ બેન્ડ સાથે આવકાર આપ્યો અને ત્યાં નાગલપુરની પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત, સરસ્વતી સ્કુલના છોકરાઓએ લેઝીમ ડાન્સ અને એક્ઝોટીકા સ્કુલના છોકરા-છોકરીઓએ દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કર્યો હતો.
સ્ટેજ પર બીરાજમાન મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન મહામંત્રી ગુજરાત વ્યાયામ મંડળ શ્રી, વિરસંગભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પેશ્યલ ઓલમ્પિક્સ ગુજરાત-મહેસાણાની ઈન્ટરનેશનલ ખેલાડી શ્વેતા ગોસાઈ કે જેણે વર્લ્ડ સમર ગેમ એથેન્સ-૨૦૧૧ માં સ્વીમીંગમાં ૨ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા તેનું શ્રીમતી જ્યશ્રીબેન પટેલ અને સ્ટેજ પર બીરાજમાન બીજા મહાનુભાવો દ્વારા પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવોમાંથી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ બારોટ, શ્રીમતી જયશ્રીબેન પટેલે પ્રસાંગિક ઉદ્દબોધન કર્યુ, તેમજ સર્વે મહાનુભાવો દ્વારા મશાલ રેલીને લીલી ઝંડી આપવામાં આવી.
સ્પેશ્યલ ઓલમ્પિક્સના પ્રતિનિધી તરીકે ઉપસ્થિત કિરૂપા પટેલે કલેકટરશ્રીને સ્પેશ્યલ ખેલ મહાકુંભની માહિતી આપી અને જિલ્લાના ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર વિષ્ણુભાઈ ચૌધરી, સ્પોર્ટસ ડાયરેક્ટર પ્રો. બી. એલ. ચૌધરી દ્વારા સ્પેશ્યલ ઓલમ્પિક્સ તરફથી કલેકટરશ્રીને ટ્રોફી આપવામાં આવી. ત્યારબાદ મશાલ રેલી મહેસાણામાં ફરી જેની સાથે સ્પેશ્યલ ઓલમ્પિક્સની ખેલાડી શ્વેતા ગોસાઈ પણ જોડાઈ હતી અને બીજા ૬૦ થી પણ વધારે સ્પેશ્યલ ઓલમ્પિક્સના ખેલાડી મશાલ રેલીના આ ભવ્ય કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહેસાણામાં હોટલ જનપથમાં ભોજન લઈ મશાલ રેલીએ બપોરે ૨.૦૦ વાગ્યે પાટણ જિલ્લા તરફ જવા માટે પ્રસ્થાન કર્યુ. મહેસાણાની હદ પૂરી થતા મહેસાણાની પોલીસ ગાડી અને એમ્બયુલન્સની ગાડી પરત ફરી હતી. અને પાટણના પોલીસ અધિકારીની ગાડીઓ મશાલ રેલી સાથે જોડાઈ હતી.

પાટણ-૧૨-૧૧-૨૦૧૧ સમય-સાંજે ૫.૩૦ વાગ્યે

મહેસાણાથી બપોરે ૧૨.૦૦ વાગ્યે મશાલ રેલી પસાર થઈ ધીણોજ, પિંપળ, ચાણસ્મા, સંખારી પાટિયા, શાંતિ નિકેતન અને નવાગંજ બજાર વિસ્તારોમાં પસાર થઈ ત્યારે નગરજનો, ખેલાડીઓ અધિકારીશ્રીઓ દ્વારા મશાલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પાટણ રેલ્વે સ્ટેશનથી સ્પેશ્ય ઓલમ્પિક્સ ઈન્ટરનેશનલ ખેલાડી હિમ્મત ઠક્કર કે જેણે સ્પેશ્યલ ઓલમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ યુ.એસ.એ, ઈડહો મુકામે ફલોર હોકી ગેમમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે તે અને સ્પેશ્યલ ઓલમ્પિક્સ પાટણના સ્પોર્ટસ ડાયરેક્ટર પણ આ રેલીમાં જોડાયા હતા, ત્યાર બાદ મશાલ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે સાંજે ૪.૩૦ વાગ્યે પહોંચી. આ સંકુલમાં સ્પેશ્યલ ઓલમ્પિક્સના માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ પણ ઉપસ્થિત હતા. કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પાટણ નગર પાલિકા પ્રમુખશ્રી મનોજ ઝવેરી, પ્રાંત ઓફિસરશ્રી, ચિફ ઓફિસરશ્રી પાટણ આ સર્વે મહાનુભાવો દ્વારા મશાલ રેલીનું
સુતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ કલેકટરશ્રી અને સ્ટેજ પર બીરાજમાન મહાનુભાવોએ સ્પેશ્યલ ઓલમ્પિક્સના ઈન્ટરનેશનલ ખેલાડી હિમ્મત ઠક્કરનું પણ સુતરની આંટી દ્વારા બહુમાન કર્યું હતું. અને સ્ટેજ પર બીરાજમાન મહાનુભવોએ પ્રાસંગિક ઉદ્દબોધમ કર્યુ હતું.

સ્પેશ્યલ ઓલમ્પિક્સના પ્રતિનિધી તરીકે ઉપસ્થિત કિરૂપા વી. પટેલે કલેકટરશ્રીને સ્પેશ્યલ ખેલ મહાકુંભની માહિતી આપી અને જિલ્લાના ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર રાજેન્દ્રસિંહ
ઝાલા, સ્પોર્ટસ ડાયરેક્ટર ડૉ. ડી. કે. ધનુલા દ્વારા સ્પેશ્યલ ઓલમ્પિક્સ તરફથી કલેકટરશ્રીને ટ્રોફી આપવામાં આવી. ત્યારબાદ સુપ્રિમ હોટલમાં રાત્રી રોકાણ પછી સવારે ૧૦.૦૦ વાગ્યે મશાલ રેલીએ પાલનપુર બનાસકાંઠા જવા પ્રસ્થાન કર્યુ. પાટણની હદ પુરી થતાજ બનાસકાંઠાની ટ્રાફિક પોલિસ ગાડી, પોલીસ અધિકારીની ગાડી મશાલ રેલી સાથે જોડાઈ હતી

પાલનપુર(બનાસકાંઠા)-૧૩-૧૧-૨૦૧૧ સમય- બપોરે ૧૨.૦૦ વાગ્યે

મશાલ રેલી તા-૧૩-૧૧-૧૧ ના રોજ પાટણ ખાતેથી સવારના ૧૦.૦૦ કલાકે પ્રસ્થાન થઈ ધારેવાડા
ગામે સવારે ૧૦.૩૦ કલાકે સરપંચશ્રી, તલાટીશ્રી, પ્રાથમિક, માધ્યમિક શાળાના બાળકો, આચાર્ય, સ્ટાફ અને ગામના લોકો દ્વારા ફુલ-હાર, કંકુ-ચોખાના તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને અહીં નાની બાળાઓએ સ્વર્ણિમ ગુજરાતના પ્રતિક કળશ સાથે મશાલને આવકાર આપ્યો હતો.
તેનીવાડા, છાપી, કાણોદર ખાતે પ્રાથમિક, માધ્યમિક શાળાની બાળકો અને વિશાળ જનસમૂહ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું. સિધ્ધપુર ગામે સવારે ૧૧.૦૦ કલાકે નગર પાલિકાના પ્રમુખ, એ.ડી.એલ કલેક્ટરશ્રી સામાન્ય પ્રજાજનો વગેરે સાથે મશાલ રેલીનું ખૂબજ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલ ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે આગમન થયુ હતું જ્યાં જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ખેલાડીઓ દ્વારા ફૂલ-હારથી, શણગારેલી જીપો, પોલીસ બેન્ડ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ ઘોડે સવારી, સાયકલ રેલીમાં જોડાયેલ બાળકો સાથે, બેન્ડ સાથે રેલ્વે બ્રીજ થઈ, ગુરૂનાનક ચોકથી, કીર્તિ સ્તંભ થઈ રેલ્વે સ્ટેશનથી સિમલી ગેટ થઈ દિલ્હી ગેટથી અમીર રોડ થઈ ગઠામણ ગેટથી વિરબાંઈ ગેટ, મીરા ગેટ થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. પાલનપુરના
આ બધાજ રૂટ પરથી જ્યારે મશાલ રેલી પસાર થતી હતી ત્યારે અસંખ્ય માનવ મહેરમાણ તેને જોવા માટે ઉમટ્યું હતું.

રાજકોટ ૧૫-૧૧-૨૦૧૧ સમય- રાત્રે ૭.૩૦ વાગ્યે

કચ્છથી તા-૧૫-૧૧-૨૦૧૧ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે મશાલ રેલીએ રાજકોટ જવા પ્રસ્થાન કર્યુ હતું. મોરબીની દોસી હાઈસ્કુલના બાળકો દ્વારા, સંચાલકો, અધિકારશ્રીઓ, ગ્રામજનો અને મોરબી જિલ્લા પ્રમુખશ્રી દ્વારા મશાલનું ફુલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાની હદ પૂરી થતા રાજકોટની પોલીસ મશાલ રેલી સાથે જોડાઈ અને મોરબીની પોલીસની ગાડી પરત ફરી હતી. ત્યાંથી પસાર થઈ મશાલ રેલી રાજકોટના પારેવડી ચોક સાંજે ૭.૩૦ કલાકે પહોંચી અને ત્યાં બાઈકો સાથે રમત-ગમતના શિક્ષકો, સ્પેશ્યલ ઓલમ્પિક્સના ઈન્ટરનેશનલ ખેલાડી કુમારી હેતલ રૂપારેલિયા કે જેણે સ્પેશ્યલ ઓલમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ-૨૦૦૯ યુ.એસ.એ. (આઈડાહો)માં ફલોરહોકી ગેમમાં સિલ્વર મેડલ મેળવેલ છે અને નીરજ તૈલી કે જેણે વર્લ્ડ સમર ગેમ-૨૦૦૧ ચાઈનામાં ક્રિકેટમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેમજ ખેલ મહાકુંભના ઈવેન્ટ કન્વીનર દ્વારા મશાલ રેલીનું ફુલ-હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલી મશાલ રેલીની જીપમાંથી પ્રો. બાવનાબેન પારેખ દ્વારા (સ્પેશ્યલ ઓલમ્પિક્સ ગુજરાત-રાજકોટ સ્પોર્ટ્સ ડાયરેક્ટર) ખેલ મહાકુંભ અને સ્પેશ્યલ ખેલ મહાકુંભની માહિતીનો સતત પ્રચાર કરવામાં આવતો હતો. પારેવડી ચોકથી મશાલ રેલી સિવિલ હોસ્પીટલ થઈ જિલ્લા પંચાયતની કચેરી પાસે પહોંચી ત્યાં શ્રીમતી હંસાબેન પારઘી જિલ્લા પંચાયત પ્રમુખ, શ્રી દેવસીભાઈ ટાઢાણી જિલ્લા પંચાયત સદસ્ય, શ્રી નાગદાનભાઈ ચાવડા જિલ્લા પંચાયત સદસ્ય, શ્રી ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય રાજકોટ, કોર્પોરેટરશ્રીઓ, અને બીજા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માસ્ટર એથ્લેટીક્સ વર્લ્ડ ગેમ હાઈજમ્પમાં ગોલ્ડ મેડલ મેળવનાર શ્રી બાબુભાઈ સરધારા, માસ્ટર એશિયન એથ્લેટીક્સ હાઈજમ્પમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રો.ભાવનાબેન પારેખ, સ્પેશ્યલ ઓલમ્પિક્સ ઈન્ટરનેશનલ ખેલાડી, સ્પેશ્યલ ઓલમ્પિક્સ વોલેન્ટર્સ અને બીજી આમજનતા દ્વારા ત્યાંથી ચાલતા મશાલ રેલી કિસાન પરા ચોક થઈ બાલભવનના મેદાનમાં પહોંચી જ્યાં શ્રી વિજયભાઈ રૂપાણી જિલ્લા સંસદ સભ્ય રાજ્યસભા, શ્રી ગોર સાહેબ જિલ્લા અધિક ક્લેક્ટર, શ્રી દેવાંગ માંકડ જિલ્લા કોર્પોરેટર, શ્રી મણવર સાહેબ ડી.એસ.ઓ જિલ્લા ગ્રામ્ય રમત-ગમત અધિકારી, શ્રી એમ.સી.ચાંગેલા જિલ્લા શહેરી રમત-ગમત અધિકારી, શ્રી જનકભાઈ કોટક મેયર, કોર્પોરેટરશ્રીઓ તેમજ બીજા અધિકારીશ્રીઓ, પદાઘિકારીશ્રીઓ અને સ્પેશ્યલ ઓલમ્પિક્સના ૭૦ થી પણ વધુ બાળકો જેમાં નવશક્તિ સ્કુલ, પ્રયાસ પેરેન્ટસ એસોસિયેશનના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ, શિક્ષકો, વોલેન્ટર્સ દ્વારા મશાલ રેલીનું ફૂલ-હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી મશાલ રેલી હેમુ ગઢવી હોલ પહોંચી અને ત્યાં ભોજન લઈ રોકાણ કર્યુ. સવારે ૧૦.૦૦ વાગ્યે હેમુ ગઢવી હોલથી શ્રી ધનસુખભાઈ ભંડેરી પૂર્વ મેયર રાજકોટ મહાનગર પાલિકા, શ્રી ગુણુભાઈ ડેલાવાડા પ્રમુખ શ્રી સરગમ ક્લબ અને શ્રી દેવાંગ માંકડ કોર્પોરેટર દ્વારા મશાલ રેલીને ખેલ મહાકુંભના લોગોવાળી લીલી ઝંડી બતાવી રાજકોટ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

જામનગર ૧૬-૧૧-૨૦૧૧ સમય- બપોરે ૧૨.૩૦ વાગ્યે

તા-૧૬-૧૧-૨૦૧૧ ના સવારે ૧૦.૦૦ વાગ્યે મશાલ રેલી રાજકોટથી નીકળી હતી. રાજકોટથી સ્પેશ્યલ ઓલમ્પિક્સ ઈન્ટરનેશનલ ક્રિકેટ ખેલાડી નિરજ તૈલી, પ્રો. ભાવનાબેન પારેખ, ડૉ. એમ.એન. પેથાણી જામનગરની મશાલ રેલીમાં જોડાયા હતા. રાજટોકથી જામનગર જતા રસ્તામાં પડઘરી પાસે પડઘરી સ્કુલના બાળકો, સંચાલકો, અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મશાલ રેલીનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી પસાર થઈ મશાલ રેલી ઘ્રોલ પહોંચી જ્યાં તાલુકા પંચાયત સદનના અધિકારી, પદાધિકારી, એન.સી.સી કેડેટ અને સ્પોર્ટ્સ ગણવેશ સાથેના ખેલાડીઓ દ્વારા વાજતે-ગાજતે ઢોલ, નગારા અને ફૂલ-હાર સાથે સ્વાગત કરવામાં આવ્યું.
મશાલ રેલી રાજકોટથી નીકળી જમનગર વિક્ટોરીયા પુલે બપોરે ૧૨.૩૦ વાગ્યે પહોંચી. ત્યાં સ્પેશ્યલ ઓલમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ ૨૦૧૧ સાયક્લીંગ ગેમમાં ગોલ્ડ, સિલ્વર મેડલ મેળવનાર અંકિત સુરેજા, મહિલા કૉલેજના પ્રો. જે.બી. સુરેજાએ મશાલ રેલીનું સ્વાગત કર્યુ તેમજ ડી.કે.વી. કૉલેજ, એમ.પી.શાહ કૉલેજ, ડીસીસી હાઈસ્કુલના બાળકો દ્વારા મશાલ રેલીનું બેન્ડ વાજા સાથે અને ફૂલ-હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી સાથે ૫૦ થી ૭૦ બાઈક સ્પોર્ટ્સમેનો, સ્કેટીંગ ખેલાડી અને સાયકલીંગ ખેલાડી વગેરે જોડાયા. વિક્ટોરીયા પુલથી મશાલ રેલી ત્રણ દરવાજા, સુપર માર્કેટ થઈને બપોરે ૧.૦૦ કલાકે ટાઉનહોલ પહોંચી. ત્યાં ક્લેકટર શ્રી સંદિપ કુમાર, ડી.એસ.પી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સાંસદ શ્રી વિક્રમભાઈ માડમ, નગર પાલિકાના પ્રમુખ અમીબેન પરીખ, સીનીયર કોચ શૈલેષભાઈ પંડ્યા, ડી.એસ.ઓ. મણવળ સાહેબ, કમીશનર શ્રી અનુપમ સાહેબ, શહેર ભાજપ પ્રમુખ અશોક નંદા, શહેર મહામંત્રી ગીરધરભાઈ ફળદુ, જિલ્લા મંત્રી ડૉ વિનુભાઈ ભંડેરી, સાહમતભાઈ પરમાર, શહેર રમત-ગમત કન્વીનર શ્રી કે.કે. દેલવાડિયા સાહેબ દ્વારા મશાલ રેલીનું ફૂલ-હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ્. તેમજ ત્યાં સ્પેશ્યલ ઓલમ્પિક્સ ઈન્ટરનેશનલ ખેલાડી અંકિત સુરેજા અને નીરજ તૈલીને ફૂલ-હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સ્પેશ્યલ ઓલમ્પિક્સના ૪૫ થી ૫૦ બાળકો, વોલેન્ટર્સ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ટાઉનહોલથી ઉપર મુજબના દરેક અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ વગેરે સાથે ચાલતા મશાલ રેલી જી.ઈ.બી., લાલ બંગલા થઈ, ક્રિકેટ બંગલો, જિલ્લા પંચાયત, જામનગર મહા નગર પાલિકા થઈ અને ડીસીસી હાઈસ્કુલમાં પહોંચી. અહીં પણ બધા અધિકારીઓ દ્વારા ફરીથી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાર પછી સ્પેશ્યલ ઓલમ્પિક્સ તરફથી જિલ્લા ક્લેક્ટરશ્રીને સ્પેશ્યલ ખેલ મહાકુંભની માહિતી આપી મોમેન્ટો આપવામાં આવી હતી. બપોરનું ભોજન પતાવી મેયર શ્રી દ્વારા ખેલ મહાકુંભના લોગોવાળી લીલી ઝંડી બતાવી મશાલ રેલીને બપોરે ૪.૦૦ વાગ્યે પોરબંદર જવા પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
.